એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર.

વડતાલ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન થી એકાદશી નિમિત્તે તા.14-9-24 ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશ દાસજી -અથાણાવાળા તથા 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ શ્રી શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે સાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)