જૂનાગઢ
ગીર સોમનાથ વન વિભાગ દ્વાર જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંર્તગત જિલ્લાના અધિકારીઓ હસ્તે વૃક્ષારોપણ તથા રોપ વિતરણ ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગનાં પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. ભારતનાં અને વિશ્વભરનાં લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલીરૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે.
આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે વૃક્ષોનું વાવેતર અને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી પ્રશાંત તોમરે વૃક્ષની મહત્તા સમજાવતા જણાવ્યુ હતુ કે માનવ જીવનમાં વૃક્ષનું ખુબ મહત્વ છે, વૃક્ષો ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે એથી વધીને ઘણા બધા ફાયદાઓ છે જે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ખૂબ જ જરૂરી છે તેથી હંમેશા દરેક વ્યક્તિએ ફરજિયાત વૃક્ષો વાવવા જોઈએ અને તેનું મહત્વ પણ સમજવું જોઈએ, વૃક્ષોએ મનુષ્યના અસ્તિત્વ માટે અને તેને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે
કાર્યક્રમમાં વિવિધ વિભાગનાં અધિકારીઓ, પ્રબુધ્ધ નગરજનો, પોલીસ ટ્રેનિંગ સેન્ટર, એનસીસી અને જૂનાગઢ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)