એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લાના ખડિયા ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ.

જૂનાગઢ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના એક વૃક્ષ મા કે નામના આહવાહનને જુનાગઢ જિલ્લામાં સાર્થક કરવા વૃક્ષારોપણના કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યા છે.

‘ચાલો આપણે સૌ વૃક્ષારોપણ કરીને આપણી આવનારી પેઢીને સુરક્ષિત કરીએ ‘સૂત્ર સાથે આજે જુનાગઢ જિલ્લાના ખડિયા ગામ ખાતે જવાહર નવોદય વિદ્યાલયના કેમ્પસમાં જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમા શાળાના તમામ બાળકોએ પણ ભાગ લીધો હતો.

વૃક્ષારોપણ બાદ શાળાના બાળકોને સંબોધન કરતા વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ગરમીથી બચવાનો એકમાત્ર કુદરતી ઉપાય વૃક્ષ ઉછેર જ હોઇ જેથી સમયાંતરે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા અને વ્યક્તિ દીઠ એક વૃક્ષ તો એવશ્ય ઉછેર કરવુ જ તેવી અપિલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)