એન્ટી ટેરીરિઝમ દિવસે આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના શપથ

જૂનાગઢઃ

જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના લીધા શપથ.

જૂનાગઢ ૨૧મે ને એન્ટી ટેરીરિઝમ ડે એટલે કે, આતંકવાદ વિરોધી દિવસ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તાશ્રી અનિલકુમાર રાણાવસિયા સહિત અન્ય અધિકારી- કર્મચારીઓએ તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો મજબૂત રીતે વિરોધ કરવાના શપથ લીધા હતા. ઉપરાંત તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા સુજબુજ કાયમ રાખવા અને માનવ જીવન મૂલ્યોને હાનિ પહોંચાડનારી વિભાજનકારી શક્તિઓ સામે લડવાના શપથ લીધા હતા.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)