એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની ઉજવણી થશે.

જૂનાગઢ,તા.૨૧ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોના આયોજન અર્થે જૂનાગઢ જિલ્લાના ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એ. જાડેજા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૨ મે થી ૫ જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઇને પ્લાસ્ટીક મૂક્ત અભિયાન અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ઉપસ્થિત સંલ્ગન અધિકાર ઓને સુચારું આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ની ઉજવણીના પ્રિ-કેમ્પેઈનમાં જૂનાગઢ જિલ્લા માં પર્યાવરણને અનુલક્ષીને આગામી તા.૨૨- મે થી ૫ જૂન સુધી શાળા-કોલેજો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, વિવિધ શહેરી અને ગ્રામ્યસ્તરે ‘પ્લાસ્ટીક મૂક્ત અભિયાન’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોના માધ્યમ થકી લોકોને પ્લાસ્ટીક મૂકત અંગેનો સંદેશો અપાશે.
આ બેઠકમાં એસટી, ચેમ્બર ઓફ કોમર્સ, ખેતીવાડી, આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ