કેશોદ ખાતે આવેલ એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં “એનસીસીનું મહત્વ” વિષયક સેમિનાર આજે સફળતાપૂર્વક યોજાયું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એનસીસી દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, દેશભક્તિ અને નેતૃત્વ ગુણોનો વિકાસ કરવા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
સેમિનારની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ. કે. પાંભર દ્વારા કરાઈ હતી. તેઓએ એનસીસી કેવી રીતે યુવાનોના સર્વાંગી વિકાસમાં સહાયક બને છે એ મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સુનીલ કુમાવતે એનસીસી દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, રાષ્ટ્રીયતા અને સંઘર્ષશીલ જીવનશૈલી કેવી રીતે વિકસે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એનસીસી ઓફિસરે અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બની રહ્યો અને એનસીસી તરફ તેમને વધુ જોડાવા માટે ઉત્તેજિત કર્યો હતો.
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ