એસીબીના કેસમાં પકડાયેલા બીલીમોરા મરીન લાઇન પોલીસ ઇન્સ્પેકટરના જામીન મંજૂર કરતી નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટઆક્ષેપિત તરફે વિદ્ધવાન ધારાશાસ્ત્રી પ્રતાપસિંહ કે મહિડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જામીન આપતી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ,
નવસારી | મરીન લાઇન પોલીસ ઇન્સ્પેકટર દ્વારા એપલ કંપનીનો આઇફોન ૧૬ પ્રોમેક્સની માંગણી કરેલાની હકિકતો આધારિત ફરિયાદ આપેલી હતી જેમાં નવસારી એસીબી પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેતા આરોપી દિનેશભાઈ જમનાદાસ કુંબાવત તરફે નવસારીની નામદાર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે મહિડા સાથે એડવોકેટ શૈલેષ આર મોદી, એડવોકેટ ભાર્ગવ બી ઠાકોર અને એડવોકેટ ક્રિષ્નારાજ જે દેસાઇ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી જેમાં એડવોકેટ પ્રતાપસિંહ કે મહિડા દ્વારા ધારદાર દલીલો કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટના તથા નામદાર હાઈકોર્ટના જામીન અંગેના સોનેરી સિદ્ધાંતો પ્રસ્થાપિત કરતા ચુકાદાઓ રજુ કરેલ અને જે દલીલો અને ચુકાદાઓ ધ્યાને લઈ નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજશ્રી કે.ડી.દવે સાહેબ દ્વારા આરોપીને શરતો આધીન જામીન મુક્ત કરતો હુકમ કરેલ છે.
અહેવાલ :- આરીફ શેખ (નવસારી)