એસ.ટી. બસ સ્ટેન્ડ જૂનાગઢ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું.

જૂનાગઢ

સ્વચ્છ ભારત મિશન ના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને ST વિભાગ-જૂનાગઢ દ્વારા “સ્વચ્છત્તા હી સેવા-2024” ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝૂંબેશ અંતર્ગત ધાર્મિક, પ્રવાસન અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

શ્રીબ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢનાં ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ પૂજ્ય મુક્તાનંદજી બાપુ ના આશિર્વાદ થી તા.૨૮-૯-૨૦૨૪ને શનિવારના રોજ એસટી બસ સ્ટેન્ડ-જૂનાગઢ ખાતે યોજાએલ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જીવંત સાંસ્કૃતિક નાટકની અદ્દભુત પ્રસ્તુતિ કરવા માં આવી હતી આ તકે ઉપસ્થિત જનસમુદાયને જાગૃત કરવાનો ઉમદ્દા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢનાં કો-ઓર્ડિનેટરશ્રી પ્રતાપસિંહ વોરા સાહેબ, આ શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા, શિક્ષકોશ્રી નયનાબા મોરી, ઇલાબેન બાલસ, અને હેમાલીબેન સોલંકી સહિત ST વિભાગના વિમલભાઈ મકવાણા ડેપો મેનેજર જીતુભાઈ વાઢીયા એ.ટી.આઈ., સંજયભાઈ વાળા એ.ટી.આઇ., અરૂણભાઇ મકવાણા સુપરવાઈઝર અધિકારીશ્રીઓ હાજર રહી વિદ્યાર્થિનીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)