જિલ્લા પોલીસ દ્વારા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ તથા પો.સબ ઇન્સ. ડી.કે. સરવૈયા, ડી.એમ. જલુ અને ટીમે ટેક્નિકલ અને ખાનગી સૂત્રોના આધારે એક ચોક્કસ માહિતીના આધારે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના લુંટ, મારામારી અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા મુખ્ય આરોપી મોસીન ઉર્ફે હોલેહોલે ફિરોઝભાઈ મલેક (ઉ.વ. ૩૦) ને જુનાગઢના નંદનવન રોડથી પકડી પાડ્યો હતો.
આ આરોપી સામે જૂનાગઢ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ધડાકેદાર ૨૫થી વધુ ગુનાઓ દાખલ છે. જેમાં IPCની કલમો ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૮૬, ૪૫૨, ૩૬૪, ૩૬૫, તથા એટ્રોસિટી એક્ટ તેમજ GP એક્ટ, Arms Act અને Prohibitionના ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપી પાસેથી બુલેટ મોટરસાઈકલ અને મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
આ સમગ્ર કામગીરીમાં પો.સબ ઇન્સ. ડી.કે. સરવૈયા, ડી.એમ. જલુ, પો.હેડ કોન્સ. જયદીપભાઈ કનેરીયા, સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, પો.કોન્સ. મયુર ડોડીયાતર, ડ્રાઈવર પો.હેડ કોન્સ. જયેશ બામણીયા સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ