ઓખા-ગાંધીગ્રામ વચ્ચે દોડતી સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

જૂનાગઢ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા 04 ઓગસ્ટ, 2024 થી ભાવનગર રેલ્વે મંડળ થઇ ને ચાલતી ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન (09436)ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન જે ઓખા સ્ટેશનથી 23:50 કલાકે ઉપડે છે, તે ટ્રેન 04.08.2024 થી 19:05 કલાકે ઓખા સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે આ ટ્રેન 11:50 કલાકને બદલે 07.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશને પહોંચશે.

આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)