ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા રાશન કાર્ડ, કે.વાય.સી, આધાર કાર્ડ અપડેટ આયુષ્યમાન કાર્ડ અને ચુંટણી કાર્ડ સુધારા માટે નો કેમ્પ યોજાયો.

ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા રાશન કાર્ડ, કે.વાય.સી, આધાર કાર્ડ અપડેટ આયુષ્યમાન કાર્ડ અને ચુંટણી કાર્ડ સુધારા માટે નો કેમ્પ યોજવામાં આવ્યોતારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ સોમવારે નવસારી શહેરમાં ન્યુ રીંગરોડ સ્થિત દારૂલ ઉલુમ અન્વારે રઝા સંચાલિત રોયલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા રાશન કાર્ડ કેવાયસી, આધાર કાર્ડ અપડેટ આયુષ્યમાન કાર્ડ અને ચુંટણી કાર્ડ સુધારા માટે નો કેમ્પ યોજવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન નાં પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસર તથા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નાં પ્રમુખ ઈમરાન ભાઈ ફ્રુટવાલા નાં માર્ગદર્શન અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન નાં ઝોનલ સેક્રેટરી આસીફ ભાઈ બરોડાવાલા નાં સાથ સહકાર થી ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી પ્રમુખ ઈમરાન ભાઈ મેમણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં બી.એલ દેસાઈ સેવા સમિતિ નવસારી નાં અલ્પેશ ભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવી હતી લોકોના રાશનકાર્ડ આધારકાર્ડ આયુષ્યમાન કાર્ડ અને ચુંટણી કાર્ડ ને લાગતી કામગીરી કરવા સાથે લાભાર્થીઓ નાં પ્રશ્નો નું સકારાત્મક ઉકેલ લાવી જરૂરી સમજ આપવા જેવી સેવા આપવામાં આવી હતી જે સેવાકીય કાર્યક્રમ નો અંદાજિત ૫૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે નવસારી વિજલપોર નગરપાલિકા નાં પ્રમુખ મિનલબેન દેસાઈ તેમજ વોર્ડ નંબર ચાર નાં સુધરાઇ સભ્ય અશ્વિન ભાઈ કહાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નવસારી મેમન જમાત ની કમિટી નાં મોહસીન ભાઈ મેમણ સલીમભાઈ મેમણ સમીરભાઈ બરોડા વાલા અને સરફરાઝ ભાઈ કેજી સહિત મેમણ અને મુસ્લિમ સમાજ નાં આગેવાનો ગુલામભાઈ દાઉદ બરોડાવાલા ઈકબાલભાઈ મેમણ રફીકભાઈ પટેલ આરીફ ભાઈ શેખ અને રફીકભાઈ ઈંટવાલા ખાસ હાજર રહ્યા હતા .

અને કાર્યક્રમ નાં આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા ફેડરેશન યુથ વિંગ નવસારી નાં પ્રમુખ અને આયોજક ઈમરાન ભાઈ મેમણ એ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ઝોનલ સેક્રેટરી આસીફ ભાઈ બરોડાવાલા તેથા રોયલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ નાં મોલ્વી જુનેદ અને મેરાજ ભાઈ શાહ સાથે શાળા નાં સ્ટાફ મેમ્બર તેમજ કાર્યક્રમ માં ખડેપગે હાજર રહેલા અમ્માર મેમણ અને ફૈસલ શેખ સહિત તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા મજબૂત ટીમ બનાવી વધુ માં વધુ લોક ઉપયોગી કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)