નવસારી શહેરમાં ન્યુ રીંગરોડ સ્થિત દારૂલ ઉલુમ અન્વારે રઝા સંચાલિત રોયલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી અને શેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નાં સંયુક્ત ઉપક્રમે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન નાં ઝોનલ સેક્રેટરી આસીફ ભાઈ બરોડાવાલા નાં જન્મ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી નાં કન્વીનર ઈમરાન ભાઈ મેમણ એ શેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નાં માર્કેટિંગ મેનેજર અનીસ ભાઈ શેખ નાં સહયોગ થી સેવાકીય કાર્ય નું આયોજન કર્યું હતું જેમાં શેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નાં નામાંકિત તબીબો હાજર રહ્યા હતા .
જેમાં મણકા નાં નિષ્ણાત ડોક્ટર ગૌરવ ખંડેલવાલ.. ઘુંટણ નાં નિષ્ણાત ડોક્ટર મનુ શર્મા.. કિડની રોગ નાં નિષ્ણાત ડોક્ટર મુકેશ ગોયલ.. મસ્તિષ્ક રોગ નાં નિષ્ણાત ડોક્ટર ચેતન મણીયા અને દાંત નાં રોગોનાં નિષ્ણાત ડોક્ટર સુફિયાન કાથાવાલા ઉપસ્થિત રહ્યા દર્દીઓ નાં રોગો ની નિઃશુલ્ક તપાસ કરી વિશેષ સેવાઓ પૂરી પાડી હતી ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી દ્વારા યોજાયેલા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ નો આશરે ૧૦૦ થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હતો કાર્યક્રમ નાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ ભાઈ શાહ અને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ભટ્ટ પધાર્યા હતા જેમણે શેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નાં તબીબો અને સ્ટાફ સાથે મુલાકાત કરી હેલ્થ ચેકઅપ વિશે માહિતી મેળવી આયોજન નાં ખુબ જ વખાણ કર્યા હતા અને આયોજકો સહિત સેવા આપનાર તબીબો ને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ કાર્યક્રમ માં ફેડરેશન નાં ઝોનલ સેક્રેટરી આસીફ ભાઈ બરોડાવાલા તથા નવસારી મેમન જમાત કમિટી નાં સલીમભાઈ મેમણ ઈરફાન ભાઈ કેરમાની સરફરાઝ ભાઈ મેમણ અને અમ્માર મેમણ ખડેપગે હાજર રહ્યા હતા .
તેમજ ઈમરાન ભાઈ શેખ હિદાયત ખાન પઠાણ ઈરફાન ભાઈ ઘોડાવાલા અખ્તર ખાન પઠાણ ફૈસલ શેખ અને રીઝવાન મેમણ કાર્યક્રમ માં જોડાયા હતા અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તથા દારૂલ ઉલુમ અન્વારે રઝા નાં સંચાલક મૌલવી જુનેદ રોયલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ નાં મેરાજ શાહ શહેર નાં મુસ્લિમ આગેવાન રફીકભાઈ ઈટવાલા સાથે મહેન્દ્રભાઈ કહાર એડવોકેટ વિરેન્દ્ર કહાર ગીતાબેન મુકેશ ભાઈ પટેલ ગીરીશ ભાસ્કર સંજય શાહ યોગેશ ચાનપુરા વગેરે પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી અને આયોજકો ને શુભેચ્છાઓ પાઠવી હતી નાતજાતના ભેદભાવ વગર યોજાયેલા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ નાં આયોજન ને સફળ બનાવવા માટે શેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નાં માર્કેટિંગ મેનેજર અનીસ ભાઈ શેખ તેમજ તમામ નામાંકિત તબીબો અને નવસારી નાં દાંત નાં ડોક્ટર સુફિયાન કાથાવાલા સાથે તમામ મેડિકલ સ્ટાફ મેમ્બર સાથે કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહાનુભાવો નો કાર્યક્રમ નાં આયોજક ઈમરાન ભાઈ મેમણ એ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારી વતી આભાર વ્યક્ત કર્યો હતો
અહેવાલ: આરીફ શેખ ( નવસારી)