ઓલ ઈન્ડીયા લેવલે ભારતભરની વિવિધ યુનિ.નાં રમતવિરો વચ્ચે KIIT યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે રમતોત્સવ યોજાયો હતો. જેમા યોગાસન સ્પર્ધામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢનાં રમતવિર શાહનવાઝ દાઉદભાઇ વાઝાએ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં દેશભરમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી વંથલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શાહનવાઝે ઉત્કૃષ્ઠ સિધ્ધી હાંસલ કરી જ્યારે ભુવનેશ્વરથી જૂનાગઢ રેલ્વે સ્ટેશને આગમન થયુ ત્યારે યુનિ.નાં ફીજીકલ એજ્યુકેશન સેલનાં કો-ઓર્ડીનેટર પ્રો.(ડો.) જયસિંહ ઝાલા, બોર્ડ ઓફ સ્પર્ટસનાં સભ્ય અને કોમર્સ કોલેજનાં આચાર્ય ડો. મગનભાઇ ત્રાડા, વંથલી કોલેજનાં આચાર્ય રાજેશ ડોડીયા, ઈન્ચાર્જ સ્પોર્ટસ ડાયરેક્ટર સલીમભાઇ સીડા, જૂનાગઢનાં રમતપ્રેમી પ્રબુધ્ધ નગરજનો, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં રમત-ગમત વિભાગિય અધિકારીઓ, અને શાહનવાઝના માતા-પિતા અને બહેન તેમજ પરિવારજનો, કોલેજનાં સાથી વિદ્યાર્થી અને ગુરુજનોએ પુષ્પ-શાલ અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે ભુવનેશ્વર ખાતે આયોજીત રમતોત્સવમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં એથ્લેટીક્સ સહિતની સમતોમાં ભાગ લઇ કૈાવત નિખાર્યુ હતુ. કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદીએ ડાભી શાહનવાઝને યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થવાથી અભિનંદન પાઠવ્યા હતા. ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીએ સમસ્ત ભારતભરનાં યોગ સ્પર્કોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવો એ ગુજરાતનું ગૈારવ ગણાવ્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)