ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકો થઇ જાવ સાવધાન..!

ઓવરસ્પીડના લિધે બનતા અકસ્માતના બનાવો ઉપર અંકુશ લાવવા માટે જુનાગઢ રેન્જના પોલીસ અધિકારી/કર્મચારીઓને સ્પીડગન દ્વારા તાલીમ આપી અકસ્માતના બનાવો ને અંકુશમાં લાવવા કરાયા
તાલીમબધ્ધ..
ભારત ભરમાં મુખ્ય માર્ગો પર નીકળતા વાહન ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે રોજબરોજ ખુબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો બનવા પામે છે. આવા માર્ગ અકસ્માતના બનાવો ભવિષ્યમા ન બને તે માટે આવા અકસ્માતો ઉપર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા આજના ડીઝીટલ યુગ પ્રમાણે સ્પીડગનના મશીનો દરેક જિલ્લા લેવલે ફાળવવામાં આવેલ છે, જે પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લામાં અસરકારક કામગીરી કરવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગુ.રા. ગાંધીનગર દ્વારા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા સાહેબ દ્વારા જુનાગઢ રેન્જના અધિકારી/કર્મચારીઓને ઉપરોક્ત અકસ્માતના બનાવો ન બને તે માટે હાલના ડીઝીટલ યુગ પ્રમાણે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સ્પીડગન મશીન અંગેની તાલીમનુ આયોજન કરવા, I/C પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા સાહેબને માર્ગ દર્શન આપેલ તથા ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલીયા સાહેબ, જુનાગઢ શહેરનાઓની અધ્યક્ષતામાં શહેર ટ્રાફિક શાખાના પી.આઇ. બી.બી.કોળી દ્વારા જુનાગઢ રેન્જના તમામ અધિકારી/કર્મચારીઓને દિલ્લી ના તજજ્ઞો દ્વારા સ્પીડગન અંગેની તાલીમ આપી ઓવરસ્પીડથી તથા ડ્રિંક એન્ડ ડ્રાઇવથી તથા વગર હેલ્મેટથી તથા ચાલુ મોબાઇલ સાથે વાહન ચલાવતા વાહન ચાલકો સામે દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ