ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન

જૂનાગઢ, તા. ૧૪
રાજ્યના રોજગાર અને તાલીમ ખાતા Gandhi Nagar ના નિયંત્રણ હેઠળ કેશોદ ખાતે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. इच्छુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમથી ૩૦/૦૬/૨૦૨૫ સુધી itiiadmission.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગ કરવાની પ્રક્રિયા પુરી કરી પ્રવેશ મેળવી શકશે.

વિગતવાર માહિતી માટે કેશોદ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ના આચાર્ય દ્વારા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો અતિ આવશ્યક છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે, જગદીશ યાદવ ,જૂનાગઢ