કઠોરના મૌલવીના કેસમાં મોટો ખુલાસો પાકિસ્તાનનો આતંકી ડોગર AK-47 બતાવી હિન્દુ નેતાઓને ધમકાવતો

કઠોરના મૌલવીના કેસમાં મોટો ખુલાસો પાકિસ્તાનનો આતંકી ડોગર AK-47 બતાવી હિન્દુ નેતાઓને ધમકાવતો

 

સુરત :

 

હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલને ગઈ તા. 4 મેના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

કઠોરના મૌલવી સોહેલની ધરપકડ બાદ સુરત પોલીસે હિન્દુ નેતાઓને ધમકી આપવાના પાકિસ્તાનને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ફેલાવેલા વર્ચ્યુઅલ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, આ ખૂબ જ મોટું ષડયંત્ર છે. યુટ્યૂબ, બ્લોગ પર હિન્દુવાદી કોમેન્ટ કરતા હિન્દુ નેતા, યુટ્યૂબર્સને આરોપીઓ પર્સનલ કોન્ટેક્ટ કરી ધમકી આપતા હતા. તેઓ પાકિસ્તાનમાં બેઠેલાં આકાઓ સાથે મળી ગ્રુપ કોલિંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ રીતે આરોપીઓએ અનેક હિન્દુવાદી નેતાઓને ધમકી આપી છે.

 

બિહાર અને નાંદેડથી આરોપીઓ પકડાયા

આ કેસમાં સુરત પોલીસે કઠોરના મૌલવી ઉપરાંત બે અન્ય આરોપીને પકડ્યા છે, જેમાં એક બિહાર ઝફરપુરનો છે. તેનું નામ મહંમદ અલી છે. તે નેપાળ બોર્ડર પર રેડીમેડ ગારમેન્ટનું કામ કરતો હતો. નેપાળના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગથી પાકિસ્તાનના હેન્ડલરો સાથે સંપર્કમાં રહી હિન્દુ નેતાઓને ધમકી આપતો હતો. 17 વર્ચ્યુઅલ નંબર, 42 ઈ-મેઈલ આઈડીથી ધમકી આપતો હતો.ત્રીજો આરોપી મહારાષ્ટ્ર નાંદેડ શકીલ ઉર્ફે રઝા પકડાયો હતો. વર્ચ્યુઅલ પાકિસ્તાનનો નંબર ઉપયોગ કરતો હતો. પાકિસ્તાનના હેન્ડલર ડોગરે આ વર્ચ્યુઅલ નંબર તેને આપ્યો હતો. તે નંબરથી તે પાકિસ્તાનના અનેક હેન્ડલરો સાથે સંપર્કમાં હતો. એમ. વકાસ સાદીક, જસ બાબા જેવા લોકો સાથે કોન્ટેક્ટમાં હતો.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)