કતલ કરવાના બદ ઇરાદે પરિવહન કરી લઈ જવાતા બે વાછરડાને આરોપીઓના ચુંગલમાંથી છોડાવતી રાજપાડી પોલીસ.

ઝઘડીયા

રાજપાલ પોલીસ ને બાતમી મળેલ કે એક ટેમ્પો જેનો નંબર GJ 16 AZ 3730 માં એક ઈસમ ગાયનાં બે વાછરડાઓ કતલ કરવાનાં ઈરાદે ભાલોદ પાસે આવેલ તરસાલી ગામે ભરીને લઈ જાય છે.જે બાતમી આધારે રાજપારડી પોલીસે તરસાલી ગામે જવાનાં રોડ પર આવેલી મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી તપાસમાં હતાં.વોચ તપાસ વાળો અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો નંબર GJ 16 AZ 3730 આવતાં તેને ઉભો રાખી ટેમ્પો ચાલકની પુછપરછ કરતાં તેનું નામ ઈમરાનશા સિકંદરશા હુશેનશા દિવાન રહે.નવી જડસાડ, દિવાન ફળિયું તા.ઝઘડીયા હોવાનુ જણાવેલ હતું.

રાજપારડી પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી બે વાછરડાને લઈ જતાં ટેમ્પો પકડી પાડી કબ્જે લીધો..

રાજપારડી પોલીસે ટેમ્પા ચાલકને સાથે રાખી ટેમ્પામાં જોતા ગાયનાં બે વાછરડા અતિ ક્રુરતા પુવઁક ટુંકી દોરી અને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા વગર બાંધેલી હાલાતમા કતલ કરવાનાં ઈરાદે વહન કરી લઈ જતાં એક ઈસમની ધરપકડ કરી બે વાછરડા અને ટેમ્પો સહિત કુલ 3,10,000/- નાં મુદ્દામાલ સાથે એક ઈસમ ઈમરાનશા સિકંદરશા હુશેનશા દિવાન રહે. નવી તરસાલી નાઓને પકડી પાડી અન્ય બે આરોપી (1) તજમુલ ઝાકીર મલેક (2) અલફાજ હસન મલેક બંન્ને રહે.અશરફ નગર, નવી તરસાલી, તા.ઝઘડીયા ઓને વોન્ટેડ જાહેર કરી રાજપારડી પોલીસ દ્રારા બંન્ને આરોપી ને પકડવાનાં ચક્રોગતીમાન કયાં

અહેવાલ:- નિમેષ ગોસ્વામી( ઝઘડિયા)