કમાલપુરા અને ભાગળ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) વાનગી સ્પર્ધાઓનું આયોજન કરાયું

રાજ્યમાં પોષણને પ્રોત્સાહન આપવા તથા લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ ઉત્સવનો પ્રારંભ કરાયો છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કમાલપુરા અને ભાગળ પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) વાનગી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળ શક્તિ પેકેટનું મહત્વ વિશે માહિતી અપાઈ હતી. આ સાથે વાનગી સ્પર્ધામાં મૂલ્યાંકન પછી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ સાથે બહેનોને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે મિલેટ આધારિત વિવિધ વાનગીઓ રજૂ કરીને શ્રી અન્નનું મહત્વ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓ, આઈસીડીએસ પાલનપુર ૨નો સ્ટાફ, શાળાનો સ્ટાફ તથા સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)