કમોસમી વરસાદની આગાહીને લઇને ગીર સોમનાથ બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ!

ભારત સરકારના હવામાન ખાતા દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ થી ૨૫/૦૫/૨૦૨૫ સુધી કમોસમી વરસાદની આગાહીને લઇને બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામકની કચેરી, વેરાવળ તથા સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


જેમાં આંબા પાકમાં કેરી પરીપકવ અવસ્થાએ હોય તો તાત્કાલિક વેડી (લણણી) કરી સુરક્ષિત જગ્યા એ રાખવી, પિયત, રાસાયણિક દવા, ખાતર કે હોર્મોન્સના ઉપયોગ કરવા નહિ, એ. પી. એમ. સી. મા કે અન્ય જગ્યા એ માલનુ પરિવહન હાલ પૂરતું મુલતવી રાખવું, એ. પી. એમ. સી. ના વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો એ કેરી /બોક્સ ખુલ્લી જગ્યામાં રાખવા નહિ અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત જગ્યામા રાખવા, વરસાદ પૂર્ણ થયે ભૂકી છારો અને ફળમાખીના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરી જરૂર જણાય તો નિયંત્રણના પગલાં લેવા, બગીચામાં સાફ સફાઈ રાખવી જેથી રોગ જીવાત માટે સાનુકૂળ વાતાવરણ ન બને. તે સહિતની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


વધુ માહિતી માટે બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામકની કચેરી, વેરાવળ તથા સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ