કરજણમાં અચાનક વાતાવરણમાં પલટો : કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત

કરજણ, તા. ૬ મે ૨૦૨૫:
હવામાન વિભાગના અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસર કરજણ નગર અને તાલુકામાં દેખાઈ. આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવનો સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતા.

કરજણ નગર અને આસપાસના ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં ઝાડા ધરશ્યા અને મકાનોના પતરા ઉડી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર રસ્તાઓ પર પડેલા ઝાડાઓને કારણે ટ્રાફિકમાં પણ ખલેલ ઊભી થઈ હતી.

આ વાતાવરણ પલટાની સ્થિતિને દ્રષ્ટિએ લઈને કરજણ નગર પાલિકા અને ફાયર બ્રિગેડનો સ્ટાફ એલર્ટ મોડ પર આવી ગયો હતો. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રસ્તા ઉપર પડેલા ઝાડા દૂર કરવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી વાહનવ્યવહાર પુનઃبحાલ કરી શકાય.

હવામાન વિભાગે ૮ મે સુધી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જેના પગલે લોકોએ સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા જણાવાયું છે.

અહેવાલ :મનોજ દરજી, કરજણ