
કરજણ, તા. ૧૦:
શનિવારના રોજ કરજણ તાલુકામાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા ડભોઈ રોડ પર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ હતી. કરજણથી ડભોઈ તરફ જતા માર્ગ પર વેમારડી અને ગંધારા ગામ વચ્ચે વચ્ચે રસ્તા પર મોટી સંખ્યામાં ઝાડા પડી જતા વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી હતી.
એક્ટિવા બાઈકને નુકસાન, વ્યક્તિ સુરક્ષિત
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝાડા પડી જતા એક્ટિવા બાઈકને આંશિક નુકસાન થયું હતું, જોકે સદનસીબે ચાલકને કોઈ ગંભીર ઇજા થતી ટળી હતી.
વન વિભાગ દ્રારા તાત્કાલિક કાર્યવાહી
ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારી બોડાણા સાહેબ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રસ્તા પરથી પડેલા ઝાડાઓ હટાવવાની કામગીરી આરંભી હતી.
વાવાઝોડાના કારણે રોડ સાઈડ પર લગાડેલા જાહેરાત બોર્ડ પણ ધરાશાયી થયા છે. હાલ સ્થિતિ સામાન્ય બનાવવા સ્થાનિક તંત્ર અને વન વિભાગ દ્વારા કામગીરી ચાલુ છે.
📍 અહેવાલ: મનોજ દરજી – કરજણ