
કરજણ, તા. 10
કરજણ તાલુકાના નારેશ્વર તીર્થસ્થાનના શતાબ્દિ વર્ષ નિમિત્તે, અવધૂત નિવાસ ટ્રસ્ટ અને હિરા ભા દત સરોવર મકતુપૂરના શ્રી રમેશભાઈ હીરાભાઈ પટેલ અને શ્રી રંગ અવધૂત પરિવાર સાથે વલસાડના રંગ હૃદયમ યુવા સંગઠન દ્વારા શ્રી રંગ ગુણગાથાનો 25મો નાટ્ય પ્રયોગ યોજાશે.
આ ભવ્ય ઉજવણી તા. 10/5/2025 અને 11/5/2025 ના રોજ નારેશ્વર ખાતે શ્રી હૉસ્પિટલની પાસે, પોલીસ સ્ટેશનના બાજુના ગ્રાઉન્ડમાં રાત્રે 7:00 કલાકથી 12:00 કલાક સુધી યોજી જશે.
આ પ્રસંગે, સૌ ભાવિક ભક્તો ને પધારવા અને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
અહેવાલ : મનોજ દરજી, કરજણ.