કરજણ,
કરજણ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કરજણ તાલુકાના કુલ 41 ગામોની મતગણતરી આજે સવારે કરજણ સેવા સદન નજીક આવેલી આઈ.ટી.આઈ. ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરજણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમ અને કરજણ ફાયર બ્રિગેડની ટીમ પણ સાથમાં હાજર રહી યોગ્ય વ્યવસ્થા દાખવી રહી છે.
આઈ.ટી.આઈ.ના ગેટની બહાર લોકો મોટી સંખ્યામાં ટોળા ટોળા બનાવીને પોતાના villageના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી હતી.
ચૂંટણી અધિકારી ડી.એફ. પટેલે જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા સત્તાવાર નિયમો પ્રમાણે પારદર્શિતા સાથે ચલાવવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના અટકાવવા બંદોબસ્ત સાથે સતર્ક ટીમો તૈનાત છે.
અહેવાલ: મનોજ દરજી, કરજણ