કરજણ નેશનલ હાઇવે નં. 48 પર ટ્રક અને ફોરવ્હીલર ગાડી વચ્ચે અકસ્માત

કરજણ,
આજ રોજ કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર ઓવરબ્રિજ પર એક મોટી અકસ્માત ઘટી. આ અકસ્માતમાં ટ્રક અને ફોરવ્હીલર ગાડી વચ્ચેના તાકરાવના કારણે ફોરવ્હીલર ગાડીને ભારે નુકસાન થયું છે.

વડોદરા તરફ જઈ રહેલા ટ્રક અને કરજણ તરફ આવી રહી હતી એવી ફોરવ્હીલર વચ્ચે અથડામણ સર્જાઈ, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો.

હાલમાં ફોરવ્હીલર ના ચાલકો અને અંદર બેઠેલા મુસાફરો આબાદ બચી ગયા. ઘટનાની જાણ થતાં સુરક્ષાબલ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી છે.