કરજણ, તા. ૧૪ મે
કરજણ નજીકના નેશનલ હાઈવે નં. ૪૮ પર આજે વહેલી સવારે ક્રેન અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી કરજણ તરફ આવતો ટ્રેલર અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા વિપરીત લાઈન પર ઘૂસી ગયો અને સામેથી આવતી ક્રેન સાથે અથડાયો હતો.
અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માતની જાણ મળતા કરજણ પોલીસ તથા એલ એન્ડ ટી સ્ટાફ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક નર્મલ કરવા માટે કામગીરી હાથ ધરી હતી.
સદનસીબે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે વાહનોએ નુકસાન સહન કરવું પડ્યું છે. કરજણ પોલીસ હવે ફરાર ડ્રાઈવરનો શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – મનોજ દરજી, કરજણ