કરજણ:
આજ સવારથી કરજણ પંથક તથા તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ધીમે ધીમે ઝરમર વરસતો રહ્યો. વરસાદ વરસતા કરજણમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો અને વાતાવરણમાં મનમોહક ઠંડક પ્રસરી હતી.
ઝરમર વરસાદના કારણે કરજણના બજારોમાં સામાન્ય દિવસોની તુલનાએ પબ્લિકનો ધસારો થોડો ઓછો જોવા મળ્યો હતો. વરસાદી માહોલમાં લોકો પોતાની જરૂરિયાતોનું કામ પતાવીને તાત્કાલિક ઘર તરફ વળી રહ્યા હતા.
કરજણના સ્થાનિક રહેવાસી મનોજ દરજીના જણાવ્યા પ્રમાણે, વરસાદ વરસતાં ગામમાં ઠંડકની મજાની લાગણી અનુભવી શકાય છે અને લોકોને ખુબ રાહતની અનુભૂતિ થઈ છે.
હવે ખેડૂતો પણ વરસાદની continuity તરફ આશાભર્યા નજરે જોઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં વરસાદમાં વધુ વધારો થાય અને ખેડૂતોને વિલંબિત વાવણી માટે યોગ્ય સમય મળશે.
👉 વરસાદી માહોલમાં પણ લોકો માટે સલામતીના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
અહેવાલ :- મનોજ દરજી કરજણ