કલા મહાકુંભ સ્પર્ધામાં નાંધઈ શાળાની દીકરીઓનો વિજય… તાલુકામાં પ્રથમ ક્રમાંક સાથે શાળાનું ગૌરવ વધાર્યું.

નવસારી જિલ્લા દ્વારા આયોજિત “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત ખેરગામ તાલુકાની વિવિધ સ્પર્ધાઓનો ભવ્ય આયોજાન ખેરગામની જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને વેગ આપવાનો હતો.

આ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખન સ્પર્ધામાં, જ્યારે ધોરણ 6 ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અભ્યાસ અને અભિવ્યક્તિ બંને ક્ષેત્રે આ દીકરીઓએ પોતાની પ્રતિભા દર્શાવી અને દોનોએ પોતાના-પોતાના વિષયોમાં પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે.

તાલુકા કક્ષાએ શ્રેષ્ઠતા મેળવ્યા બાદ હવે આ બંને વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર નાંધઈ ગામ માટે પણ ગૌરવની વાત છે.

શાળા પરિવાર, શિક્ષકગણ અને સ્થાનિકોએ બંને વિજેતા દીકરીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ