જૂનાગઢ:
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, જૂનાગઢ દ્વારા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તારીખ ૨૦મી જુલાઈ ૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવી છે.
વિશિષ્ટ બાબતો:
કલા મહાકુંભ ગુજરાત સરકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહયોગથી યોજાય છે.
ઉંમરના ચાર વિભાગ:
(૧) ૬ થી ૧૪ વર્ષ
(૨) ૧૫ થી ૨૦ વર્ષ
(૩) ૨૧ થી ૫૯ વર્ષ
(૪) ૬૦ વર્ષથી ઉપર
સ્પર્ધાઓના વિભાગો:
સાહિત્ય: વકૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ
કલા: ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી
નૃત્ય: લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ
ગાયન: શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન
વાદન: હાર્મોનિયમ, તબલાં, ઓર્ગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, મૃદંગમ વગેરે
અભિનય: એકપાત્રિય અભિનય, ભવાઈ
મહત્વપૂર્ણ વિગતો:
રજિસ્ટ્રેશન માટે ફોર્મ સાથે આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડવી ફરજિયાત છે.
રજીસ્ટ્રેશનનું સ્થાન:
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ – ૩૬૨૦૦૧સ્પર્ધાની તારીખ:
તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધાઓ: ૨૧ જુલાઈ ૨૦૨૫ થી ૫ ઑગસ્ટ ૨૦૨૫સીધી જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષા માટે પણ ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકે છે.
વિશેષ નોંધ:
સ્પર્ધાની સંપૂર્ણ માહિતી, નિયમો અને ફોર્મ માટે Dydo Junagadh Facebook ID પર વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.
કલા મહાકુંભ દ્વારા ગુજરાતી યુવાનોને તેમનો કલાકુશળતાનો ઊંડાણપૂર્વક વિકાસ કરવાનો સુંદર અવસર મળે છે અને તેઓને રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવવા માટેનો મંચ પ્રાપ્ત થાય છે.
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ