સુત્રાપાડા (ગીર સોમનાથ):
સુત્રાપાડા બ્રહ્મસમાજ દ્વારા ગીર સોમનાથના કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
આ પ્રસંગે બ્રહ્મસમાજ તરફથી કલેકટર સાહેબને ભગવાન પરશુરામજીની પ્રતિકૃતિ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુભ અવસરે બ્રહ્મસમાજ સુત્રાપાડાના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ આચાર્ય, પ્રમુખ પરેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ ચેતનભાઈ આચાર્ય, મહામંત્રી હર્ષદભાઈ જોશી, ખજાનચી કિરીટભાઈ જાની, સહ-ખજાનચી જયેશભાઈ સ્માર્ટ, તથા સલાહકાર સભ્યો રાજેશભાઈ પાઠક, રમેશભાઈ ડાંગર અને રામજીભાઈ ઠાકર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
આ સન્માન પ્રસંગની તસ્વીરોમાં સૌના ઉમંગભેર સહભાગિતાનો સ્વચ્છ અભિવ્યક્ત દેખાઈ રહ્યો છે.
📸 તસવીર: દિપક જોષી, પ્રાચી – ગીર સોમનાથ