“કલેક્ટરનો ખાસ હોવાનો દાવો કરનાર દિલીપ દ્વિવેદી મહિલા પર લવ મેસેજનો વરસાદ – સત્તાની નજીક હોવાનો દાવો કે શરમજનક વર્તનનો ઢાલ?”

સુરત:
સત્તાના નજદીક હોવાનો દાવો કરવા માત્ર માણસને વધુ જવાબદાર બનાવે છે કે બેફિકર?
સુરત શહેરમાં પોતાની ઓળખ કલેક્ટર અને પોલીસ કમિશ્નર સુધી હોવાનું કહી લોકોને અસરમાં લેવા વાળો શખ્સ, દિલીપ દ્વિવેદી હવે એક ગંભીર અને શરમજનક વિવાદમાં ઘેરાયો છે.

દિલીપે પોતાના ઓળખીતા વ્યક્તિના મોબાઇલમાંથી તેની મહિલામિત્રનો નંબર ચોરીને સતત વોટ્સએપ પર ‘લવ મેસેજ’ અને અશ્લીલ સંદેશાઓ મોકલવાનું શરૂ કર્યું. મહિલાએ શિષ્ટ અને સ્પષ્ટ શબ્દોમાં દાટ આપ્યા છતાં, તે પોતાનું ગંદું વર્તન રોકવા તૈયાર ન થયો. આટલું બધું એક પરણિત પુરુષ કરે ત્યારે તેના માનસિક સ્તર અને મૌલિક સંસ્કાર પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે.

દિલીપ દ્વિવેદી જે રીતે પોતાનું નેટવર્ક બતાવતો હતો અને ‘અથોરિટી’ નજીક હોવાનું દાવો કરતો હતો, તેનાથી એક મોટો સવાલ ઊભો થાય છે — શું માત્ર સત્તા નજીક હોવાનો દાવો કરીને કોઈ પણ મહિલા સામે આવી હદ વટાવવી સ્વીકાર્ય છે?

મહિલાઓ માટે આ ઘટના એક મોટું સંકેત છે — કેવો પણ દેખાતા પુરુષ સામે સાવધાની રાખવી જરૂરી છે. ઓળખમાં હોય એટલે અવાજ ન ઉઠાવવો એ માનસિકતા હવે બદલવી પડશે.

આ વિવાદ એ પણ બતાવે છે કે સમાજમાં આવા ‘બેહૂદા’ તત્વો માટે પણ સશક્ત અવાજ ઊભો થવો જોઈએ, નહીં તો આવી હરકતોને ‘સત્તાની છાંયે’ દબાવી દેવાશે.