કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક.

જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા નાગરિકલક્ષી પ્રશ્નોનું નિરાકરણ નિયત સમયમર્યાદામાં લાવવા કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

📌 બેઠકમાં ઉઠાવેલા મુદ્દાઓ:

  • ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સૂત્રાપાડા ખાતે બ્રેકવોટર કામ, ટેટ્રાપોડ અને બ્લોકની સાઈઝ અંગે પ્રશ્નો.

  • ધારાસભ્ય વિમલભાઈ ચૂડાસમા દ્વારા પ્રભાસપાટણ પી.જી.વી.સી.એલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો તેમજ એ.જી. ફીડર અંગે મુદ્દા.

  • ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ગીરગઢડાના આંકોલાલીમાં લીઝ સંબંધિત પ્રશ્નો.

🌟 કલેક્ટરના સૂચનો:

  • પૂર્વેના પડતર પ્રશ્નો સહિત નવા રજૂ થયેલા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જવાબ મેળવવો.

  • જિલ્લા ના તમામ અમલીકરણ વિભાગો દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની પારદર્શી અમલવારી સુનિશ્ચિત કરવી.

  • નાગરિક અધિકાર પત્રોના સમયસર નિકાલ અને સરકારી લેણાની વસૂલાતની ખાતરી.

👥 ઉપસ્થિત મહાનુભાવ:

  • જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર

  • જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર

  • ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી

  • સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર

  • તાલુકા વિકાસ અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ


📌 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ