કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પરિવાર સાથે પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પૂજા અર્ચના કરી

ગીર સોમનાથ, તા. ૨૬ એપ્રિલ:
પ્રાચીન યાત્રાધામ પ્રાચી તીર્થ, જેને “સો વાર કાશી, એકવાર પ્રાચી” કહેવાય છે, ત્યાં આજે ગીર સોમનાથ જિલ્લાના કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે પરિવાર સાથે પુણ્યભૂમિએ ધર્મક્રિયા કરી.

કલેકટર જાડેજા સાહેબે મોક્ષ પીપળે પૂજા અર્ચના કરી, પાણી રેડી પિતૃ તર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમણે માધવરાયજી મંદિર, લક્ષ્મીજી મંદિર અને પ્રાચી તીર્થના અન્ય પવિત્ર સ્થળોના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા.

આ પ્રસંગે મોક્ષ પીપળા સેવા સમિતિ અને પ્રાચી તીર્થ સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી કલેકટર સાહેબનું સન્માન પણ કરવામાં આવ્યું.

પૂજા અને દર્શન સમયે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થતા ધાર્મિક વાતાવરણ ઉમટી પડ્યું હતું અને સ્થાનિક નાગરિકો દ્વારા પણ કલેક્ટર સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ: દિપક જોશી, ગીર સોમનાથ