કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર અને ભવ્ય રાજોપચાર પૂજન!

જૂનાગઢ, 12 એપ્રિલ 2025:
સાંજલપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીને ફુલોના દિવ્ય શણગાર અને ભવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 700 પીસના ફુલોથી, જે શ્રીલંકાથી મંગાવ્યા હતા, સેવંતીના મીક્સ ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. 200 કિલો ફુલોથી કષ્ટભંજનદેવને પૂષ્પવર્ષા કરવામાં આવી હતી અને 1008 કિલો સુખડીનો ભોગ ધરાવાયો.

10૦૮ મંત્રોચ્ચાર સાથે દાદાનું ભવ્ય પૂજન પૂર્ણ થયું અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ દિવ્ય રાજોપચાર પૂજન ખૂબ જ આદરપૂર્વક અને સામૂહિક રીતે કરવામાં આવ્યું.

હરીપ્રકાશદાસજી સ્વામીએ દાદાની દિવ્ય આરતી પુરી કરી, જેમાં હજારો ભક્તો આ પવિત્ર અને દિવ્ય દર્શનનો લાભ લઈ સંતુષ્ટ થયા હતા.

પુજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રીલંકાથી મંગાવેલા 700 પીસના ફુલોથી, થાઈલેન્ડથી લાવેલા ફૂલોના હારમાં દાદાને શણગારવામાં આવ્યો હતો, અને આ પૂજન દ્વારા દાદાને શ્રેષ્ઠ સમર્પણ કરવામાં આવ્યું હતું.

સાંજલપુરધામમાં હનુમાનજી મહારાજના રાજોપચાર પૂજનનો પરંપરાગત રીતે શ્રદ્ધાપૂર્વક અમલ કરવામાં આવે છે, જે ભગવાન રામના અખંડ સેવા કરી રહ્યા હનુમાનજીના ભક્તોને કષ્ટોને દૂર કરે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ