કાથરૉટા થી ઈસાપુર જતા વાળી ના રૉડ ઉપર ઍક ઉંટના થાપાનુ હાડકુ ભાંગી ગયૅલ ટેની મદદમા જુનાગઢ ની જિવદયા ચૅરીટૅબલ ટ્રસ્ટ આવી.

બૅ દિવસ પહૅલા જુનાગઢ થી ૧૫ કિ.મી. દુર કાથરૉટા ગામમાથી જિવદયા ચૅરીટૅબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કૅતનભાઈ દૉશી ઉપર ફૉન આવ્યૉ કૅ કાથરૉટા થી ઈસાપુર જતા વાળી ના રૉડ ઉપર ઍક ઉંટના થાપાનુ હાડકુ ભાંગી ગયૅલ છૅ અનૅ ઈજાગ્રસ્ત હાલતમા કણસી રહયૉ છૅ તાત્કાલિક ટિમ જિવદયા તથા કેતનભાઇ દોશી ખુદ પણ ત્યા પહૉચી ગયા હતા. તૅ ઉંટનૅ પ્રાથમિક સારવાર આપી અને ઘણા દિવસ થી ભુખ્યૉ હોવાને કારણે ખૂબ જ નબળાઈ હતી. સૌપ્રથમ તો તેને જમાડવામા આવૅલ.બૅ દિવસ ની સારવાર પછી ઉંટ નોર્મલ થયો, ઊંટ બૉલૅરૉ ઍમ્બ્યલન્સ મા ખૂબ જ મોટા હોવાને કારણે આવે તેમ ન હતો એટલે 407 મોટી ગાડી કરી અને જેસીબી દ્વારા તેમને તે 407 માં ભરી રાજકૉટ ની ઍનિમલ કૅર સૅન્ટર મા મુકવામાં આવૅલ છૅ. હવૅ આ ઉંટ જિવશૅ ત્યાં સુધી ઍનિમલ કૅર સૅન્ટર સાચવશૅ.


ઉંટ,, ઘૉડા, ગધૅડા , બળદ ,હાથી જૅવા માલવાહક પ્રાણીઑ ઘરડા થય જાય પછી તૅના માલિક તૅનૅ હાઇવૅ ઉપર રામ‌ભરૉસૅ છૉડી દયૅ છૅ આ પ્રાણીઑ મૉટૅભાગૅ વાહન હડફૅટૅ આવૅ છૅ અનૅ તૅ પછી તૅઑ ભુખ તરસ અનૅ પીલાઇ પીલાઈ નૅ પ્રાણ‌ ત્યાગૅ છૅ પણ કાથરૉટા ગામ જૅવી જિવદયા પ્રૅમી પ્રજા હૉય અનૅ જુનાગઢ ની જિવદયા ચૅરીટૅબલ ટ્રસ્ટ જૅવી સંસ્થા હૉય તૉ આવા પ્રાણીઑ નૅ બચાવી પણ શકાય છૅ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)