કાપોદ્રા પો.સ્ટે.માં નોંધાયેલ ખુનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ!

નાયબ પોલીસ કમિશ્નરશ્રી સુરત નાઓએ સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શરીર સબંધીત ખુન, ખુનની કોશીષ જેવા ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચને જરૂરી સુચના આપેલ. જેથી ડી.સી.બી.પો.સ્ટેના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા.

દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે મોટા વરાછા એ.આર.મોલ નજીકથી આરોપી:- મોહીત ઉર્ફે ભાણો ગેરેજ ડ/૦ કરશનભાઈ પરવાડીયા ઉ.વ.૨૫, ધંધો-ટુ-વ્હીલરે ગેરેજકામ રહેવાસી. મકાન નં-૩, કપુરવાડી સોસાયટી, ખોડીયારનગર શાકમાર્કેટ પાસે કાપોદ્રા સુરત. મૂળ ગામ-વરૂડી, તા.જી.અમરેલી.નાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપી નીચે મુજબના ગુનામા વોન્ટેડ હોય તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કાપોદ્રા પો.સ્ટે.મા સોંપવા તજવીજ કરેલ છે.