જૂનાગઢ
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા નાં નેતૃત્વમાં કારગીલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યાએ ૨૫ જુલાઈ એ જુનાગઢ મહાનગરમાં કાળવા ચોક (મોર્ડન પાસે) થી મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ વીર યોદ્ધાઑ કે જેમણે પોતાનું જીવન બલિદાન આપ્યું હોય એવા વીર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.
આ મશાલ રેલીમાં સાઉન્ડ સ્પીકર સાથે દેશભક્તિનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારના ગીતો સાથે શહીદોને યાદ કરી વિવિધ શહીદોના પ્લેકાર્ડ સાથે રાખવામાં આવેલ હતાં.
કારગિલ વિજય દિવસ ભારતના સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાન ને યાદ કરવા અને સન્માન કરવા માટે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં અનેક જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનો શહીદ થયા હતા અને 1,363 જેટલા ઘાયલ થયા હતા. કારગિલ વિજય દિવસ એ તેમને યાદ કરવાનું અને શ્રદ્ધાંજલિ આપવાનો એક અવસર છે. આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે. ભારતના લોકો આ દિવસે પોતાની રાષ્ટ્રીય ભાવનાઓને વ્યક્ત કરે છે અને સશસ્ત્ર દળોના યોગદાનને વંદન કરે છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પુનિતભાઈ શર્મા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા, જે.કે.ચાવડા, યોગીભાઈ પઢીયાર, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા, જીતુભાઈ મણવર, કનકબેન વ્યાસ, ભરતભાઈ બાલસ, લીલાભાઈ પરમાર, ભરતભાઇ કારેણા, માલદેભાઈ ડોડીયા, વિજયસિંહ ઝાલા, વિનસભાઈ હદવાણી, સુરેશભાઈ પાનસુરીયા, કારાભાઈ રાણવા, પ્રવિણભાઈ વાઘેલા, ચેતન ગજેરા, ચંદુભાઈ ગોપાણી, શબ્બીર અમરેલીયા, વંદનાબેન દોશી, ચંદિકાબેન રાખશીયા, યોગેશ્વરીબેન જાડેજા, મનિષાબેન વૈશ્રાણી, ભાવનાબેન વ્યાસ, શિતલબેન તન્ના, કેતન નાઢા, યશ ચુડાસમા વિગેરે બહોળી સંખ્યામાં હોદેદારો, આગેવાનો કાર્યકરો વોર્ડ પ્રમુખો તથા વોર્ડ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)