🌟 કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલનો એન્યુઅલ ડે 2024-25નો ભવ્ય કાર્યક્રમ યોજાયો 🌟
📍 શક્તિપીઠ અંબાજી:
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ, જે નાના બાળકો માટેની સુંદર શાળા તરીકે જાણીતી છે, ચુંટેલા અને અનુભવી શિક્ષણ પદ્ધતિઓ સાથે ખૂબ જ ઓછા સમયમાં એક મોટા નામ તરીકે ઊભી થઈ છે. નર્સરી, એલકેજી અને એચકેજીના બાળકોને અભ્યાસ સાથે હિન્દુ ધર્મના તમામ તહેવારો પણ શાળામાં ઉજવવામાં આવે છે.
🎉 તાજેતરમાં, કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલનો ચોથો વાર્ષિક એન્યુઅલ ડે ફંકશન “મૈત્રી અંબે સોસાયટીના ગાર્ડનમાં” ભવ્ય રીતે યોજાયો. મુખ્ય મહેમાન તરીકે ડૉ. અંશુ સારસ્વત હાજર રહ્યા હતા.
👶🏻 આ કાર્યક્રમમાં, શાળાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમોનો ભાગરૂપે વિવિધ ગીતો અને પાત્રોની રજૂઆત કરવામાં આવી હતી. નાના વિદ્યાર્થીઓએ તેમના ડાન્સ દ્વારા સંદેશ આપ્યો કે – “પ્રાણીઓની હિંસા ન કરો, મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને પરિવારને વધુ સમય આપો.”
🎶 આ ઉધઘાટન કાર્યક્રમમાં બાળકોના પરિવારજનો અને સોસાયટીના ઘણા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
👩🏫 સ્ટાફ:
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલના સ્ટાફના સભ્યો જેમ કે રાખી શર્મા, હિમાંશી રાઠોડ (ડિરેક્ટર), પૂજા ગોયલ (આચાર્ય), ધારા મેમ, શ્વેતા મેમ, સુનીતા મેમ, કુસુમ મેમ, સુમન મેમ, ગાયત્રી મેમ, અને મીના મેમની સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
📝 અહેવાલ: ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)