કુટુંબથી વિખુટા પડેલા બાળક ને ફરી પરિવાર સાથે મિલન કરાવતા જુનાગઢના ST કન્ડક્ટર એન.કે.ભારાઈ.

જુનાગઢ

જુનાગઢ એસ. ટી. ડેપોમાં કંડકટર તરીકે ની ફરજ બજાવતા શ્રી એન.કે. ભારાઇ ની ડ્યુટી આજ તા. 08-08-2024 ના રોજ સવારે 07:00 કલાકે જુનાગઢ – પોરબંદર – દ્વારકા ના લકઝરી રૂટ માં હતી. તે રૂટ માં આવેલા તમામ મુસાફરો પૈકી એક 14 વર્ષ નો કિશોર પણ આ બસમાં જુનાગઢ થી દ્વારકા જવા માટે બેઠેલ હતો.

જુનાગઢ થી સવારે 07:00 કલાકે દ્વારકા જવા નીકળેલી આ બસ કુતિયાણા નજીક પહોંચી તે અરસામાં જી.એસ.આર.ટી.સી. ના એક વ્હોટસઅપ ગ્રુપમાં એક કિશોર ઘરેથી કોઇ ને કહ્યા વગર ભાગી ગયેલ અને જો કોઇ ને મળે તો તેમના પિતા ને જાણ કરવાની વિનંતિ વાળો મેસેજ આવેલો આ મેસેજ માં તે કિશોર નો ફોટો જોયા પછી કંડકટર શ્રી ભારાઇ ને તેમની બસ માં મુસાફરી કરી રહેલા આ કિશોર ઉપર શંકા જતાં તેમણે નામ સરનામા વિશે પુછપરછ કરતા તેમણે સાચી હકિકત દર્શાવી ના હતી. પરંતુ સદર બાળક ખોટું જ બોલે છે તે બાબત પાક્કી થતા કંડકટર શ્રી ભારાઈ એ પોરબંદર ડેપોના એ.ટી. આઇ શ્રી એચ.આર.ઓડેદરા ને આ બાબત થી વાકેફ કરેલ.

પોરબંદર ડેપોના એ.ટી.આઇ. શ્રી એચ. આર. ઓડેદરા પણ એ સમયે કુતિયાણા થી પોરબંદર ડેપો ખાતે પોતાની ફરજ પર આવતા હતા આ બસ કુતિયાણાના બસ સ્ટેન્ડમાં પહોંચી ત્યારે મુસાફરો ની ચઢ ઉતર માં આ બાળક કંડકટર નું ધ્યાન ચુકવી ને છટકી ગયેલ ત્યારે પોરબંદર ડેપોના એ.ટી.આઇ શ્રી ઓડેદરાએ તે બાળકની શોધખોળ કરી બસ સ્ટેન્ડ થી થોડે દુરના વિસ્તારમાંથી શોધી કાઢી તેમના વાલી ને ઓળખ પરેડ માટે વીડિયો કોલિંગ થી વાત કરતા તેમના વાલીએ આ બાળક તેમનું હોવાનું જણાવતા શ્રી ઓડેદરાએ કમલાબાગ પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી હતી અને પોરબંદર એસ.ટી. ડેપો મેનજર શ્રી પી.બી. મકવાણા ની રૂબરૂ માં આ બાળક ને તેમના વાલી સાથે મિલાપ કરાવી દિધેલ હતો

નિષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવી એક પરિવાર ના મિલન ની આ અદભુત ક્ષણો ના યશભાગી બની પોરબંદર ડેપોનું ગૌરવ વધારવા બદલ વિભાગીય નિયામક શ્રી રાવલ સાહેબ, ડેપો મેનેજર શ્રી મકવાણા સાહેબ આસી.ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી એચ.એમ. રૂઘાણી, ટી.આઈ. એસ.જે.કડછા તથા ડેપોના સમગ્ર કર્મચારીઓ એ એ.ટી.આઇ શ્રીએચ.આર.ઓડેદરા તેમજ કંડકટર શ્રી એન.કે. ભારાઇ ને અભિનંદન પાઠવેલ હતા.

અહેવાલ – જગદીશ યાદવ (જૂનાગઢ)