કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે ડો. સુભાષ મહિલા કોલેજની અચાનક મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકો સાથે કર્યો સીધો સંવાદ.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કૂલપતિ **પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે આજે જૂનાગઢ મહાનગરમાં આવેલી ડો. સુભાષ પી. ચાવડા કેળવણી મંડળ સંચાલિત ડો. સુભાષ મહિલા કોલેજની અચાનક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ સાધી શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

કૂલપતિશ્રીએ કોલેજની લાઇબ્રેરી, વર્ગખંડો, અને અન્ય શૈક્ષણિક ઉપકરણોનું નિરીક્ષણ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમોની વિગતો મેળવી.
અધ્યાપકગણ સાથે યોજાયેલા સંવાદમાં તેમણે કહ્યું હતું કે, “શૈક્ષણિક માર્ગદર્શન એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે, જેમાં તેમનાં શૈક્ષણિક, સામાજિક અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સક્ષમ વાતાવરણ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે –

વિદ્યાર્થીઓમાં યોગ્ય અભ્યાસ ટેવો વિકસે, સમય વ્યવસ્થાપન અને કારકિર્દી આયોજન માટે યોગ્ય માર્ગદર્શન મળે એ માટે શિક્ષકોના સતત સહયોગ અને અનુસંધાનની જરૂર છે.
વિદ્યાર્થીઓના ઇન્ટરનેટ શોધ, રેઝ્યૂમે લખાણ, ઇન્ટરવ્યૂ તૈયારી અને ઇન્ટર્નશિપ/નોકરીના તકો સુધીના જોડાણમાં પણ અધ્યાપકોની ભૂમિકા મહત્વની છે.

આ પ્રસંગે ડો. સુભાષ મહિલા કોલેજના આચાર્ય પ્રો. બલરામભાઈ ચાવડા, દ્વારકાની શારદાપીઠ કોલેજના પ્રો. સંદીપ વાઢેર, તેમજ ઇતિહાસવિભાગના ડો. પ્રદ્યુમન ખાચર, કોલેજના સ્ટાફ અને અનેક પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

ડો. પ્રદ્યુમન ખાચરે કૂલપતિશ્રીને ઇતિહાસ સંબંધી સંપાદિત પુસ્તકોની સ્મૃતિભેટ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.
કોલેજ સ્ટાફ તરફથી કૂલપતિશ્રીનો પુષ્પમાળાઘટિત સત્કાર પણ કરાયો હતો અને કોલેજના શિક્ષણ અને વિકાસ સંબંધિત બાબતો પર રજુઆત કરાઈ હતી.

વિદ્યાર્થીનીઓ સાથે પણ કૂલપતિશ્રીએ સીધો સંપર્ક સાધી અભ્યાસ અંગેની સમસ્યાઓ અને સંશયોને સાંભળી માર્ગદર્શન પૂરું પાળ્યું.
તેમણે યુનિવર્સિટીના વિકાસ માટે સૌની સહભાગિતાની ભાવના વ્યક્ત કરી અને “સહાયક શિક્ષણ વાતાવરણ” તરફ યુનિવર્સિટીને આગળ લાવવામાં સૌના સહયોગ માટે અપીલ પણ કરી.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ