કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વેટરનરી કોલેજ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ ખાતે ચિંતન શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

જૂનાગઢ

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે પ્રવાસે આવનાર છે, જેમાં કૃષિ મંત્રીશ્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને તથા રાજય કક્ષાના મંત્રી મત્સય ઉધ્યોગ અને પશુપાલન શ્રી પરષોતમ ભાઈ સોલંકીની ગરીમામય ઉપસ્થિતીમાં તા.૨૨ના રોજ ૯:૦૦ કલાકે કામધેનું યુનિવર્સીટી, વેટરનરી કોલેજ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ ખાતે ચિંતન શિબિર યોજાનાર છે.
આ ચિંતન શિબિરમાં પશુપાલન ખાતું, કામધેનુ યુનિવર્સીટી, જિલ્લા દુધ સંધ અને ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, મરધા સબંધિત ખાનગી કંપની, અગ્રગણ્ય પ્રાઈવેટ પ્રેકટીશનર તેમજ અન્ય અગ્રગણ્ય સંસ્થાઓ વગેરેને સાંકળી લઈ અંદાજીત ૨૦૦ સહભાગીઓની અપેક્ષીત હાજરી આપશે.

આ તકે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ, રાજય કક્ષાના મંત્રીશ્રી પરષોતમ ભાઈ સોલંકી, સચિવશ્રી સંદિપ કુમાર, ચેરમેનશ્રી એન.ડી.ડી.બી., મેનેજિંગ ડાયરેક્ટરશ્રી જી.સી.એમ.એમ.એફ, તેમજ પશુપાલન અને ડેરી ક્ષેત્રના અગ્રગણ્ય નિષ્ણાંતો દ્રારા ૧.પશુપાલન વ્યવસાયમાં તકો,પડકારો,અને ઉકેલ ૨.પશુચિકિત્સા શિક્ષણ અને સંશોધન, ૩.પશુપાલન વ્યવસાયમાં નવીનતા,રોકાણ અને નિકાસ, ૪.પશુપાલન ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ અને નીતિ માળખું, નિયમો અને કાયદા ૫.પશુપાલન વિભાગની કામગીરીનું અવલોકન અને ભવિષ્ય માટે આયોજન વગેરે બાબતો પર પશુપાલન અંગે વકત્વ્યો આપી ચિંતન કરવામાં આપવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)