રાજ્યના ખેડૂત મિત્રો માટે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.
➡️ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી લંબાઈ
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા તા. 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
મગફળી માટે અત્યાર સુધીમાં 8.79 લાખથી વધુ ખેડૂતો નોંધાયા.
સોયાબીન માટે 66,000થી વધુ,
અડદ માટે 5,000થી વધુ,
તેમજ 1,100થી વધુ ખેડૂતો નોંધાયા છે.
➡️ સેટેલાઈટ ઈમેજ આધારિત ચકાસણી
નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઇ રહ્યો છે.
આ પ્રક્રિયામાં 10 ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું નથી.
આવા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી છે.
➡️ ખેડૂતોએ શું કરવું?
ડૉ. અંજુ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે SMS મળ્યો હોય તેવા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.
ખેડૂતોએ વહેલી તકે પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી પાકનું વેરીફીકેશન કરાવવું.
ખેડૂતો પોતાના ગામના સર્વેયર મારફત પણ ડિજિટલ ક્રોપ સર્વે કરાવી શકે છે.
ખેડૂતોએ Digital Crop Survey – Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતે પણ સર્વે નંબરનો ડિજિટલ સર્વે કરી શકશે.
➡️ ખેડૂત માટે ખાસ સુવિધા
બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત ખેડૂતોને એપ્લિકેશનથી ડિજિટલ સર્વે કરવાની તાલીમ આપવામાં આવશે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે મગફળીના પાકનો એક જીઓ-ટેગ્ડ ફોટો લઈને આધાર તરીકે રાખવો.
➡️ ખેડૂતો માટે ખાતરી
ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે,
“જો ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી.”
આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
📌 જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ પણ આ બાબતે ખેડૂતોને ખાતરી આપી છે કે તમામ ખરાઈ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરીદી કરવામાં આવશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ