ગીર સોમનાથ
લોકસભા ચૂંટણી 2024માં દમણ દીવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભવ્ય જીત મેળવતા, તેમના ગામ દલવાડામાં ભારે આનંદની લાગણી છવાઈ હતી.ઉમેશ પટેલની જીત બાદ દીવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગયા હતા, જે બાદ ગઈ કાલે તેઓ દિલ્લીથી દમણ પોતાના ગામ દલવાડા પધાર્યા હતા.દમણ-દીવના ઈતિહાસમાં પ્રથમ વખત દલવાડા ગામ માંથી સાંસદ તરીકે ચૂંટાઈ ઉમેશ પટેલનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું.
લોકપ્રિય સામાજિક કાર્યકર્તા અને ગામનો પનોતા પુત્ર દમણ દીવના સાંસદ બનતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.રાત્રે પોતાના ગામમાં પધારેલા ઉમેશ પટેલનું ગામ લોકોએ ડીજેના તાલ અને ફૂલ હાર સાથે અનોખું સ્વાગત કર્યું હતું,
જેમાં ગામના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહીત મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા, સ્થાનિક પ્રશાસન અને નોકરશાહીની નીતિ રીતિઓની જાહેરમાં આલોચના કરનાર સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલે આ લોકસભા ચૂંટણીમાં દમણના ત્રણ ટર્મના
ભાજપ સાંસદ લાલુભાઇ પટેલને 7 હજારથી પણ વધુ મતથી માત આપીને દમણના રાજકારણના ઇતિહાસમાં પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઐતિહાસિક જીત દર્જ કરાવી
હતી.આ પ્રસંગે નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલે દલવાડા ગ્રામજનોના અપાર સમર્થન અને સ્નેહ બદલ આભાર માન્યો હતો. અને આવનારા સમયમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી,
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)