“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત”
📰 સોમનાથ,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે હેલિપેડ પર હેલિકોપ્ટર મારફતે આવ્યા, જ્યાં તેમનું સહકાર રાજ્યમંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
📌 મંત્રીના સ્વાગત માટે ઉપસ્થિત થયેલ મહાનુભાવો:
- સાંસદ રાજેશભાઈ ચુડાસમા
- જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર
- વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની
- જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- રેન્જ આઈ.જી. નિલેશ જાજડિયા
- જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા
- અન્ય અગ્રણીઓ
🕉️ આગળના કાર્યક્રમો:
હેલિપેડ પર ઉતર્યા બાદ, ગૃહમંત્રી સોમનાથના ભગવાન સોમનાથના દર્શન અને પૂજા-અર્ચન કરવા ગયા, અને બાદમાં કોડિનાર ખાતે તેમના આગળના કાર્યક્રમ માટે રવાના થઈ ગયા.
📍 આગળના કાર્યક્રમ:
ગૃહમંત્રી કોડિનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડિનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે.
અહેવાલ:
પ્રકાશ કારાણી, વેરાવળ (સોમનાથ)