જૂનાગઢ,તા.૩ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા કેશોદના ટાઉનહોલ ખાતે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.કેન્દ્રીય મંત્રી શ્રી આ વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્ત બાદ બપોરે ૧૨.૦૦ કલાકે એપીએમસી વંથલી,જૂનાગઢ ખાતે ટિફિન બેઠકમાં હાજરી આપશે. જેતપુર ખાતે ધવલ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૦૪.૩૦ કલાકે ગોંડલ ખાતે આવેલ નદી પર નિર્માણ પામનાર પુલનું ખાતમુહુર્ત કરશે. ત્યારબાદ સાંજે ૦૫ વાગ્યે વિજયનગર, ગોંડલ ખાતે અર્બન પલ્બિક હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે.
ત્યારબાદ સાંજે ૦૬.૦૦ કલાકે શ્રી દાસી જીવણ સંત્સંગ મંડળ-ગોંડલ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે ૦૮ કલાકે જળ એ જીવન લોક ડાયરામાં, નાના શંકરાપુરા, તા.ગોંડલ,જી.રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. તા.૦૫ જાન્યુઆરી, રવિવારના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ઉપલેટાના યુવાનો સાથે સાયકલીંગ કરશે. ત્યારબાદ ‘ગોરસ’ સાંસદ કાર્યાલય, ઉપલેટા ખાતે સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ વાગ્યા સુધી સ્થાનિક લોકો સાથે મુલાકાત કરશે અને લોકપ્રશ્નો સાંભળશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ