કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા જૂનાગઢ પ્રવાસે, સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જૂનાગઢ, તા.16 મે:
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા ૧૭ મે, ૨૦૨૫ ના રોજ જૂનાગઢમાં તેમના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

તેઓ બપોરે ૨:૩૦ વાગ્યે જૂનાગઢ ખાતે યોજાનાર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં હાજરી આપશે. બાદમાં બપોરે ૪:૩૦ વાગ્યે કેશોદમાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લઈ દેશભક્તિની ભાવનાને પ્રગટાવશે. સાંજે ૫:૦૦ વાગ્યે કેશોદના બાલાગામ ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, ત્યાંના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે.

આ મુલાકાત દરમિયાન, ડૉ. માંડવિયા તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને લોકોએ ઉઠાવેલી સમસ્યાઓને ધ્યાનમાં લઈને યોગ્ય માર્ગદર્શન આપશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ