કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને મંડળના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા કરી હતી.


તેમણે ડિવિઝનલ ઓફિસમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન તેમને ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ દ્વારા PPT પ્રેઝન્ટેશનના માધ્યમથી મંડળ પર તેમના સંસદીય ક્ષેત્રમાં આવતા સ્ટેશનોં પર ચાલી રહેલા કામો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે મુસાફરોની સુવિધા વધારવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો દોડાવવા અને વંદે ભારત ટ્રેન દોડાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભાવનગરને સુરત, દિલ્હી અને અન્ય શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેનો દોડાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર-ઓખા ટ્રેનના સમયમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠક દરમિયાન, સચિવ (રાજ્ય મંત્રી – ભારત સરકાર) શ્રીમતી જાગૃતિ સિંગલા, ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, અપર મંડલ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્મા અને તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)