સોમનાથ
ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના લોકો માટે ઈકોઝોનનો કાયદો આવનારા સમયમાં ખતરારૂપ.ઇકોઝોનના કાયદાથી સ્થાનિક લોકોમાં વિરોધ વધ્યો તેમજ આપ નેતા પ્રવીણ રામે આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો . ઇકોઝોનનાં કાયદાને કારણે લોકોની મિલકતો અને જમીનોના ભાવ ઘટવાની સંભાવનાં લોકો માટે ખતરારૂપ.સૌથી મોટો વિરોધ એ છે કે આ ઇકોઝોનના કાયદામાં મોટી વિસંગત્તા છે, ક્યાંય નકશો અંદર આવી જાય છે તો ક્યાંક નકશો બહાર જતો રહે છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યાં નકશો અંદર આવી જાય ત્યાં શું મોટા રોકાણકારો અને નેતાઓની જમીન હશે??
હાલ જે ગેજેટ બહાર આવ્યું એમાં ટોટલ 196 ગામના પ્રભાવિત લોકોને કોઈ પણ જાતનો ફાયદો થતો હોય એવું દેખાઈ આવતું નથી.લોકોની માંગણી હતી કે 500 મીટર અથવા 1 કિલોમીટર સુધીનો જ ઈકોઝોન લાગુ કરવામાં આવે પરંતુ આ ગેજેટમા 2,78 થી 9,50 કિલોમીટર સુધીઓ ઇકોઝોન બતાવવામાં આવ્યો છે.તો આમાં સંતોષકારક નિરાકરણ થયું એવું કંઈ રીતે માનવું.આ કાયદાના ઓથ હેઠળ નાના લોકોના હોમ સ્ટે બંધ કરી મોટા રોકાણકારો અને નેતાઓ લાભ લેવા માંગે છે
હજુ ઘણા મોટા નેતાઓની હોટલો , ખાણો, ભરડીયાઓ અંક્ષાશ અને રેક્ષાશના જાદુમાં બહાર નીકળી જશે એવા ઉદાહરણો પણ જોવા મળશે, જે આવનારા સમયમાં જાહેર કરીશે આપ નેતા પ્રવીણ રામ…
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)