કેન્દ્ર સરકાર દ્વારા સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

ગીર સોમનાથ:
ગીર સોમનાથ જિલ્લાના સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ગુજરાતના ગીર ગઢડા તાલુકાના અને નેસ વિસ્તારમાં આરોગ્ય સેવા પ્રદાન કરતી સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે મહત્વપૂર્ણ છે.

આ એવોર્ડ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આરોગ્ય સુવિધાઓના ગુણવત્તાયુક્ત કાર્યને માન્યતા આપતાં પ્રદાન કરવામાં આવ્યો છે. સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા દર્દીઓમાં જાગૃતિ લાવવી, જ્ઞાન કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ, સ્વચ્છતા, અને આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવી એબંબર સાબિતીઓ છે.

NQAS એવોર્ડ માટે 92.52% સ્કોર મેળવીને સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે. આ પ્રોગ્રામ હેઠળ, તજજ્ઞોએ સેન્ટરના વિવિધ વિભાગો અને આરોગ્ય સુવિધાઓનું મૂલ્યાંકન કરીને તેને પસંદ કર્યું હતું.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ.