કેશોદના અંડરબ્રીજ ના ખાડામાં ગાય પડતાં ક્રેન થી બહાર કાઢવામાં આવી.

કેશોદ

કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પર અંડરબ્રીજ નું કામ ચાલી રહ્યું છે ત્યારે બન્ને બાજુ કામ લગભગ પુરુ થયેલ છે ત્યારે રેલ્વે ની હદમાં કરવાનું કામ મંજૂરી ના વાકે અટકયુ છે. ચોમાસામાં અંડરબ્રીજ ની અંદર અને બન્ને બાજુ ખુલ્લા ખાડામાં પાણી ભરાઈ ગયેલ છે વહેલી સવારે ગૌમાતા પડી જતાં લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. અંડરબ્રીજ ના ખાડામાં પડેલ ગાય સહેલાઈથી બહાર નીકળી શકે એમ ન હોય ક્રેઈન ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

થોડા દિવસો પહેલાં જ એક શ્રમજીવી પડી જતાં મોતને ભેટયો હતો. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સતાધારી પક્ષના આગેવાનો પદાધિકારીઓ દ્વારા જવાબદાર તંત્રને રજુઆત કરી વહેલાસર વહીવટી મંજૂરી અપાવવામાં આવશે તો આવનારા દિવસોમાં આકસ્મિક ઘટના બનતી અટકાવી શકાશે. નામદાર હાઈકોર્ટ દ્વારા જાહેર માર્ગો પર જાહેર સ્થળો પર રખડતાં ભટકતાં પશુઓ વિરુદ્ધ પશુપાલકો વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કર્યો છે ત્યારે જોરશોરથી જાહેરાતો કરી શાંતિથી ચુપકીદી સેવી બેસી ગયેલ સ્થાનિક નગરપાલિકા સતાધીશો દ્વારા જોખમી જાહેર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવશે ખરી એવો લોકોમાં સણસણતો સવાલ ઉઠી રહ્યો છે. અંડરબ્રીજ ના બન્ને બાજુએ રાખવામાં આવેલ સર્વિસ રોડ પર વેપારીઓ ની દુકાનો આવેલી છે જેઓ લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યાં છે ત્યારે ખાતમુહુર્ત સમયે સન્માનિત પદાધિકારીઓ અને આગેવાનો રજુઆત કરવા આગળ આવશે કે અગાઉના સંસ્મરણો મુજબ લોકોએ જનઆંદોલન શરૂ કરવું પડશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)