ઘણા સમયથી કેશોદ નાં બગીચાની સ્થિતિ કન્ડમ હાલતમાં હતી પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયા શાસન પર આવતાં બગીચાના વિકાસના દ્વાર ખુલશે તેવી શહેરીજનોમાં ઝંખના જાગીજુનાગઢ જિલ્લાના કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરીજનો માટે એક માત્ર જાહેર ગાર્ડન છે. જેને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામાકરણ કરાયેલ પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આઘુનિક સગવડોનો અભાવ હતો તે સગવડ વઘારી પુરી પાડવા શહેરીજનોમાંથી માંગ ઉઠી રહી હતી.
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નું સંપૂર્ણ રીનોવેશન કરવામાં આવેલું છે કેશોદની આન બાન શાન શમા આ બગીચો કેશોદના લોકો માટે એક નવું જ નજરાણું ભેટ મળવા માટે જઈ રહ્યો છે કેશોદના યુવા અને ઉત્સાહી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા ના જણાવ્યા મુજબ આ બગીચામાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી છે બાળકો માટે અવનવી રાઈડસ હીચકા લપસણી રમતગમત ના સાધનો યુવાનો માટે તંદુરસ્તી સારી રહે અને કસરત કરી શકે તે માટે જીમનું બાંધકામ કરવામાં આવેલું છે બાળકો માટે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવેલ છે અહીં સવાર સાંજ નિયમિત વોકિંગ કરવા માટે આવે છે તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવેલ છે
તેમજ રંગબેરંગી લાઈટ્સ વાળો ફુવારો જે બગીચાનું એક આકર્ષણ છે તે પણ બનાવવામાં આવેલ છે ઉપરાંત બાળકોનું આકર્ષણ એવું તળાવ બનાવવામાં આવેલું છે જેમાં આર્ટિફિશિયલ મગરમચ્છ પક્ષીઓ રાખવામાં આવેલા છે ઉપરાંત જુદા જુદા પશુ પક્ષીના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલા છે મોટી ઉંમરના અને વૃદ્ધ લોકો માટે બેસવાની લોન સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે અને વીડિયોમાં જોઈ શકશો કે લાઇટિંગ દ્વારા રાત્રીનો નજારો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે
કેશોદમાં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલીયા આવ્યા પછી કેશોદ શહેરીજનો માટે અનેક સગવડતાઓ વધારવામાં આવેલી છે તેમજ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેમાંનો એક નજારો એટલે આ દિન દયાળ ઉપાધ્યાય બગીચો આ ઉપરાંત ભગવાન શ્રી રામનું સ્ટેચ્યુ તેમજ પવનપુત્ર હનુમાનજી નું સ્ટેચ્યુ મૂકવામાં આવી રહ્યું છે
અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)